English Grammar

English Grammar

COMPARISON OF ADJECTIVES

આ વાક્યો વાંચો :
1. Rama’s mango is Sweet.
2. Hari’s mango is sweeter  than Rama’s.
3. Govind’s mango is the sweetest of all.

વાક્ય ૧માં Sweet વિશેષણ એ દર્શાવે છે કે કેરી મીઠી છે પરંતુ તે કેટલી મીઠી છે તે બતાવતું નથી. વાક્ય ૨માં sweeter વિશેષણ દર્શાવે છે કે હરિની કેરી રામની કેરી કરતાં વધારે મીઠી છે. વાક્ય ૩માં sweetest વિશેષણ દર્શાવે છે કે ગોવિંદની કેરી બધી કેરી કરતાં વધારે મીઠી છે.
આમ, આપણે જોઈએ છીએ કે તુલના દર્શાવવા માટે વિશેષણના રૂપમાં પરિવર્તન થઈ જાય છે. (જેમ કે Sweet, sweeter, sweetest) અને તેને તુલનાની ત્રણ અવસ્થાઓ (Degree of comparison) કહેવામાં આવે છે.
Sweet વિશેષણ મૂળ અવસ્થા (Positive Degree) માટે યોજાય છે. Sweeter વિશેષણ પછીની અવસ્થા માટે (Comparative Degree) માટે યોજાય છે. Sweetest વિશેષણ ઉત્તમ અવસ્થા (Superlative Degree) માટે યોજાય છે.
            Positive Degreeમાં વિશેષણ પોતાના સામાન્ય રૂપમાં હોય છે. આપણે જેના વિશે વાત કરીએ છીએ; તેના તે માત્ર ગુણ જ બતાવે છે. સરખામણી ન કરાઈ હોય ત્યારે જ તેનો પ્રયોગ થાય છે.
            Comparative Degreeમાં વિશેષણ મૂળ (Positive) કરતાં વધુ માત્રા (Higher degree) બતાવે છે તથા તેનો ઉપયોગ ત્યારે થાય છે; જ્યારે બે વસ્તુઓ કે વસ્તુઓના સમુદાયની (sets of things) તુલના કરવામાં આવે છે.
This boy is stronger than that.
Which of these two pens is the better ?
Apples are dearer than oranges.
    
Superlative Degreeમાં વિશેષણ ગુણની સર્વાધિક સ્થિતિ તરફ સંકેત કરે છે તથા તેનો પ્રયોગ ત્યારે જ થાય છે; જ્યારે બેથી વધુ વસ્તુઓ કે વસ્તુઓના સમુદાયની તુલના કરવામાં આવે છે. જેમ કે –

This boy is the strongest in the class.

નોંધ-૧ : વસ્તુઓની તુલનાનું વર્ણન બીજી રીતે પણ થઈ શકે છે. ‘Rama is Stronger than Balu.’ કહેવાને બદલે ‘Balu is less strong than Rama.’ કહી શકાય છે. ‘Hari is the Laziest boy in the class.’ કહેવાને બદલે આપણે ‘Hari is the lest industrious in the class.’ કહી શકીએ છીએ.
નોંધ-૨ : કેટલીવાર Mostની સાથે શ્રેષ્ઠતાવાચક (Superlative) પ્રયોગ એ સ્થિતિમાં કરવામાં આવે છે; જ્યારે તુલના કરવાનો હેતુ ન હોય, પરંતુ કોઈ ગુણને ખૂબ વધારે માત્રામાં બતાવવાનો ઉદ્દેશ હોય : જેમ કે –
This is most unfortunate.
It was a most eloquent speech. (વક્તૃત્વશાળી)
Truly, a most ingenious device !
(કુશળતાપૂર્વક બનાવેલું)
 
આ પ્રયોગ શ્રેષ્ઠ કે ઉત્તમવસ્થા (Superlative of Eminence અથવા Absolute superlative)કહેવાય છે.
                                               
Formation of Comparative and Superlative
એક અક્ષર (syllable)વાળા વિશેષણોની તથા કેટલાક એકથી વધુ અક્ષર(syllable)વાળા વિશેષણોની positive Degreeમાં er લગાડીને comparative તથા est લગાડીને superlativeની રચના કરવામાં આવે છે. જેમ કે-

Positive
Comparative
Superlative
Sweet
Sweeter
Sweetest
Small
Smaller
Smallest
Tall
Taller
Tallest
Bold
Bolder
Boldest
Clever
Cleverer
Cleverest
Kind
Kinder
Kindest
Young
Younger
Youngest
Great
Greater
Greatest

જ્યારે Positiveના અંતમાં e હોય ત્યારે માત્ર r અને st લગાડવામાં આવે છે. 

Positive
Comparative
Superlative
Brave
Braver
Bravest
Fine
Finer
Finest
White
Whiter
Whitest
Large
Larger
Largest
Able
Abler
Ablest
Noble
Nobler
Noblest
Wise
Wiser
Wisest

જ્યારે positive Degreeના અંતમાં y હોય અને y ની પહેલા વ્યંજન(consonant) હોય; ત્યારે er અને est લગાડતા પેહલાં y ને i માં બદલી દેવામાં આવે છે.



Positive
Comparative
Superlative
Happy
Happier
Happiest
Easy
Easier
Easiest
Heavy
Heavier
Heaviest
Merry
Merrier
Merriest
Wealthy
Wealthier
Wealthiest

જો positive એક અક્ષર(syllable) ન હોય તથા તેના અંતમાં માત્ર એક જ વ્યંજન હોય અને તે વ્યંજનની પહેલાં હ્રસ્વ અક્ષર (Short vowel) હોય, તો er અને est લગાડતાં પહેલાં વ્યંજન(consonant)ને બેવડાવવામાં (double) આવે છે.

Positive
comparative
Superlative
Red
Redder
Reddest
Big
Bigger
Biggest
Hot
Hotter
Hottest
Thin
Thinner
Thinnest
Sad
Sadder
Saddest
Fat
Fatter
Fattest

            બેથી વધુ અક્ષર(syllables)વાળા વિશેષણ તથા ઘણા બે અક્ષરવાળા વિશેષણનું comparative રૂપ બનાવવા માટે positiveની સાથે more ક્રિયા વિશેષણ(adverb) તથા superlativeનું રૂપ બનાવવા માટે most ક્રિયા વિશેષણ લગાડવામાં આવે છે.

Positive
comparative
Superlative
Splendid
More Splendid
Most Splendid
Beautiful
More Beautiful
Most Beautiful
Difficult
More Difficult
Most Difficult
Industrious
More Industrious
Most Industrious
Courageous
More Courageous
Most Courageous
Learned
More Learned
Most Learned
Proper
More Proper
Most Proper

The new palace is more splendid than the old one.
Which do you consider his most splendid victory ?
Abdul is more courageous than Karim.
Rahim is the most courageous boy in the village.

            કોઈ એક વ્યક્તિ કે વસ્તુના બે ગુણોની તુલના કરવા માટે Comparative Degreeમાં er નથી લગાડવામાં આવતું. જો આપણે એમ કહેવું હોય કે ‘The courage of Rama is greater than the courage of Balu.’ તો આપણે કહીશું –
Rama is braver than Balu.           
     પરંતુ જો આપણે એમ કહેવું હોય કે ‘The courage of Rama is greater than his prudence.’ તો આપણે કહેવું જોઈએ –
Rama is more brave than prudent.
     જો બે વસ્તુઓની વચ્ચે તુલના કરવામાં આવે તો બીજા તુલનાત્મક પદમાંથી પહેલા તુલનાત્મક પદને અલગ કરવામાં આવે છે. જેમ કે –
Iron is more useful than any other metal.
જો આપણે કહીએ કે –
Iron is more useful than any metal.
            તો તેનો અર્થ થશે –
Iron is more useful than Iorn.
            કારણ કે Iron પણ એક ધાતુ છે.

Irregular Comparison

     નીચેનાં વિશેષણોની તુલના અનિયમિત છે. એટલે કે તેમના Comparative તથા Superlative રૂપ positiveમાંથી નથી બનતા :

Positive
comparative
Superlative
Good, well
Better
Best
Bad, evil, ill
Worse
Worst
Little
Less, Lesser
Least
Much
More
Most (quantity)
Many
More
Most (number)
Late
Later, latter
Latest, last
Old
Older, elder
Oldest, eldest
Far
Farther
Farthest
night
nigher
Nighest, next
Fore
former
Foremost, first
fore
Further
Furthest
In
Inner
Inmost, innermost
Up
Upper
Upmost, uppermost
Out
Outer, (utter)
Utmost, uttermost

     કોષ્ટકમાં આપવામાં આવેલ કેટલાક શબ્દો જેવા કે   nigh, nigher, nighest, fore તથા utter હવે ઉપયોગમાં નથી લેવાતા.     

Exercise : 1
વાક્યોનો પ્રયોગ કરી તેમાં નીચે આપેલ વિશેષણોની તુલના કરો : -
            Black, excellent, ill, gloomy(ધૂંધળું), mad, safe, bad, unjust, gay, able, dry, timid(ડરપોક), ugly, true, severe, exact, agreeable, difficult, little, few, numerous, merry.

            અગાઉ આપવામાં આવેલ કેટલાંક વિશેષણોની Comparative Degree તથા Superlative Degree બંને રૂપોના અલગ અર્થ છે; જે નીચે મુજબ છે.
            Later, latter, latest, last –  આમાં later તથા  latest સમયસૂચક છે; latter તથા last (position) સ્થિતિસૂચક છે.
He is latter than I expected. (મોડું)
I have not heard the latest news. (તાજેતરનું)
The latter chapters are lacking in interest. (પછીનું)
The last chapter is carelessly written. (છેલ્લું)

Elder, older; eldest, oldest- આમાંથી Elder તથા Eldestનો પ્રયોગ માત્ર વ્યક્તિઓ માટે થાય છે, પ્રાણીઓ કે પદાર્થો માટે નથી થતો. હવે એક જ પરિવારના સભ્યો માટે તેમનો પ્રયોગ મર્યાદિત છે. Older અને oldestનો પ્રયોગ વ્યક્તિ અને વસ્તુ બંને માટે થાય છે.

John is my elder brother.
Tom is my eldest son.
He is older than his sister.
Rama is the oldest boy in the eleven.
This is the oldest temple in Kolkata.

Farther, further-  આ બંનેનો પ્રયોગ અંતર પ્રગટ કરવા માટે થાય છે. Further પણ farther નહીંનો અર્થ ‘’હજુ થોડુ’’(additional) દૂર છે.

Kolkata is farther/further from the equator than Colombo. (વિષુવવૃત્ત)
After this he made no further remarks.
I must have a reply without further delay.

Nearest, next - nearest નો અર્થ છે ઓછામાં ઓછુ અંતર. Next વડે એક વસ્તુની પછીની અન્ય વસ્તુઓના ક્રમનો નિર્દેશ થાય છે.
Mumbai is the seaport nearest to Europe. (બંદર)
Where is the nearest phone box?
Karim’s shop is next to the post office.
My uncle lives in the next house.

Exercise : 2
(1) ‘Later’ કે ‘Latter’ વડે ખાલી જગ્યા પૂરો.
1. The majority accepted the …………. proposal.
2. The ……………. part of the book shows signs of hurry.
3. At a ……………. Date, he was placed in charge of the whole taluka.
4. I prefer the …………… proposition to the former. (પસંદ કરવું) (દરખાસ્ત)
5. Is there no…………… news than last week’s?

(2) ‘older’ કે ‘elder’ વડે ખાલી જગ્યા પૂરો.
1. I have an ………….sister.
2. Rama is ………….. than Hari by two years.
3. His……………..brother is in the Indian Civil Service.
4. She is the………………. of the two sisters.
5. The nephew is ………. than his uncle. (ભત્રીજો)

(3) ‘Eldest’ કે ‘oldest’ વડે ખાલી જગ્યા પૂરો.
1. Rustam is the ………………… of my uncle’s five sons.
2. He is the …………………. member of the School Committee.
3. That is Antonio, the duke’s ………………. son.
4. The ………………. mosque in the town is near the railway station. (મસ્જિદ)
5. Mr. Smith is the ……………… teacher in the school.

(4) ‘Farther’ કે ‘further’ વડે ખાલી જગ્યા પૂરો.
1. I can’t walk any ……………………….
2. No………………….. reasons were given.
3. He walked off without ……… ceremony.
4. Until ……………….. orders Mr. M.S. Dave will act as Headmaster of Nira High school .
5. To let, a bungalow at Ridge Road. For ……… particulars apply to Box no.65.

(5) ‘Latest’ કે ‘Last’  વડે ખાલી જગ્યા પૂરો.
1. The …………………. news from China is very disquieting. (અશાંતિ, અસ્વસ્થતા)
2. The …………………. time I saw him, he was in high spirits. (જુસ્સામાં)
3. Today is the ……….….. day for receiving tenders.
4. We expect to get the …………………. news in a few hours.
5. The …………….. Moghul Emperor came to an ignominious end. (સમ્રાટ) (શરમજનક)

(6) ‘Nearest’ કે ‘Next’ વડે ખાલીજગ્યા પૂરો.
1. This is the ………post office to my house.
2. The pillar-box is ………………to my house.
3. The burglar was taken to the ………… police station.  (ઘરફોડુ, ચોર)
4. His house is ………………………to mine.
5. The …………………. railway station is two miles from here.

 કેટલાક English comparatives પોતાનો તુલનાત્મક અર્થ ગુમાવવાનો કારણે હવે positiveની જેમ વપરાય છે. તેમની પછી than નથી આવતું; જેમ કે-
     Former, Latter, elder, hinder(પાછળના ભાગવાળું), upper, neither, inner, outer, utter(નિરપવાદ, તદ્દન).
1.   Both the tiger and the leopard are cats; the former animal is much larger than the latter.
2. The inner meaning of this letter is not clear.
3. The Soldiers ran to defend the outer wall.
4. My elder brother is an engineer.

5. This man is an utter fool.

Home

Wel Come to Astha Academy આસ્થા એકેડમીનું નવું અપડેટેડ મટેરીયલ, ફ્રી ટેસ્ટ અને વિડિયો લેક્ચર્સ હવે આપને નવી વેંબસાઈટ પર મળી જશે Astha ...