Disaster Management

આપત્તિ વ્યવસ્થાપન
(Disaster management)
વ્યાખ્યા :-
                         “ઓક્સફોર્ડ ઈંગ્લીશ ડિક્ષનરી પ્રમાણે “Disaster” શબ્દ 16મી સદીમાં ફેંચ શબ્દ “Desasture” ઉપરથી ઉતરી આવેલો છે.જે બે શબ્દનો બનેલો છે. ‘Des’ અને ‘Astore’ જેમાં Des નો અર્થ ખરાબ અથવા શેતાન અને Astore નો અર્થ તારો થાય છે આમ,Disaster નો અર્થ ખરાબ તારો થાય. આમ, ખરાબ અથવા શેતાની તારાને કારણે જે અસર થાય તેને આપત્તિ કહેવાય છે.”
                         આધુનિક ભાષામાં કહીએ તો ડિઝાસ્ટર એક ખરાબ દુર્ઘટના, કે જે પ્રાકૃતિક અથવા માનવ સર્જિત હોઇ શકે છે. જેનાથી અચાનક માનવજાત માટે કાળનું કારણ બને છે. કારણ કે જેનાથી જાનમાલ અને સંપતિ ગુમાવવાનો વારો આવે છે.
અન્ય વ્યાખ્યાઓ :-
(૧)          “ઘણા બધા મૃત્યુ તેમજ ઈજાગ્રસ્ત વ્યક્તિઓ તથા જાનમાલનું નુકશાન કે જેમાં પ્રત્યક્ષ કોઇ માનવ જવાબદાર ન હોય તેને ડિઝાસ્ટર કહેવાય છે.”
(૨)          “સામાન્ય જનજીવનમાં મોટો વિનાશ.”
(૩)          “જીવનનું ગુમાવવું, રહેઠાણ ગુમાવવું, સ્વાસ્થ્યનું નુકશાન, રોગચાળો ફાટવો..........વગેરે.”
(૪)          આકસ્મિક,અનૈચ્છિક,દુ:ખકારી,જીવનને નુકશાન પહોંચાડનારી, સંપત્તિને નુકશાન પહોંચાડનારી ઘટનાને ડિઝાસ્ટર કહેવાય છે.”
આપત્તિની અસર :-    
(૧)          માનવજાત અને પ્રાણીઓ માટે નુકશાન
(૨)          સુક્ષ્મજીવો અને જીવસૃષ્ટિને નુકશાન
(૩)          પરિસ્થિતિકી સંતુલન અને આહારકડીને અસર
(૪)          ખેતીને અસર
(૫)          આર્થિક પ્રવૃત્તિને અસર
(૬)          સામાજિક જીવન વ્યવહાર ઠપ્પ થઈ જવો.
(૭)          ઈમારતોને નુકશાન
(૮)          દરિયાઈ જીવસૃષ્ટિ ખોરવાવી
(૯)          વાયુના આવરણને નુકશાન
(૧૦)        ઓઝોન સ્તરમાં ગાબડું પડવુ
(૧૧)        સ્વજનો ગુમાવવા (આજીવન)
(૧૨)        શરણાર્થી તરીકે દુર્વવ્યવહાર સહન કરવો પડે.
(૧૩)        દેશની સીમાઓ બદલાઈ જવી.
(૧૪)        નવી સંસ્કૃતિ સાથે જોડાણ કરતા પડતી મુશ્કેલીઓ
(૧૫)        બીજી સંસ્કૃતિનું અતિક્રમણ
(૧૬)        માનવ વેપાર, બાળકોનું જાતીય શોષણ
(૧૭)        ધન ગુમાવવું, પછાત જીવન જીવવું, ભટકતું જીવન જીવવું
આપત્તિના પ્રકાર અને વર્ગીકરણ :- (Type and Classification of Disasters)
               - ડિઝાસ્ટર/આપત્તિનાં બે પ્રકાર છે
૧.           પ્રાકૃતિક આપત્તિ/ કુદરતી આપત્તિ (Natural Disaster)  
૨.           માનવસર્જીત આપત્તિ (Manmade Disaster)
૧.           કુદરતી/પ્રાકૃતિક આપત્તિ. (Natural Disasters)
(૧)        આબોહવા અને પવનથી સંકળાયેલ બાબતો.
               (Climate and wind Related Disasters)
(1)   વંટોળ
(2)   ચક્રવાતીય વંટોળ
(3)   હરીકેન
(4)   બ્લીઝાર્ડ
(5)   બરફ વર્ષા
(6)   ટોર્નેડો
(7)   ટાયફૂન
(8)   ફોગ (ધુમ્મસ)
(૨)        આબોહવા અને પાણીથી જોડાયેલ આપત્તિ.
               (Climate and Water Related Disasters)
(1)   પૂર / અપ્રવાહ /નદી કિનારાનું ધોવાણ / ડેમ ફાટવો.
(2)   વાદળ ફાટવા
(3)   પાણીનો સખત પ્રવાહ/સતત ધારા
(4)   ભારે વર્ષા
(5)   દુષ્કાળ
(6)   ઠંડા પવનો
(૩)        પૃથ્વી સાથે સંકળાયેલ આપત્તિ.
               (Earth Related Geological Disasters)
(1)   ભૂકંપ
(2)   હીમનદીઓ
(3)   સુનામી
(4)   જ્વાળામુખી વિસ્ફોટ
(5)   કીચડ સ્ખલન
(6)   રેતીનું વહન/રેતીના તોફાનો
(7)   ભૂ-સ્ખલન
(8)   ખડકનું પડવું
(૪)        સમુદ્રથી સંકળાયેલ આપત્તિ
(Ocean Related Disaster):-  
               ત્સુનામી
 (૫)       અવકાશથી સંકળાયેલ આપત્તિ :-
               (1) અવકાશીય પીંડોનું પડવું
               (2) વીજળી પડવી
               (3) ઉલ્કાપાત
(૬)        તાપમાન સંબંધિત આપત્તિ (Temperature Related Disasters)
               (1) ગરમ પવનો .... દા.ત. લૂ., કાલ બૈશાખી
(2) દાવાનળ
૨.           માનવ સર્જિત આપત્તિઓ (Man Made Disaster)
               (1) અકસ્માતો જેવા કે ટ્રેન અકસ્માત, વિમાન અકસ્માત, જહાજ અકસ્માત, ટોળામાં થતાં અકસ્માત વાહન-વ્યવહાર અકસ્માત..
               (2) ઔદ્યોગિક અકસ્માતો જેવા કે... બોઈલર ફાટવું, ગેસ સિલિન્ડર ફાટવો, ગેસ ચેમ્બર  લીકેજ, રાસાયણિક ચેમ્બર ફાટવું, ઝેરી વાયુનું લીકેજ...
               (3) યુધ્ધ, દુશ્મનોનું આક્રમણ વગેરે
               (4) ત્રાસવાદ, નકસલવાદ, પ્રાંતવાદ, કોમવાદ, કોમીહીંસા
               (5) દાવાનળ, ઘાસ ભૂમિમાં આગ લાગવી, આગ...
               (6) પરમાણું દુર્ઘટના, રેડીયો એક્ટિવિટીનું લીકેજ, પરમાણું ભઠ્ઠીની દુર્ઘટના
               (7) રોગચાળો, મહામારી, ખોરાકી ઝેરની અસર
(8) જંતુનાશકો, ચેપ લાગવો.
               (9) શહેરીકરણ, મેગાસીટી..
               (10) નિર્વનીકરણ, જમીનનું ધોવાણ
               (11) એસિડ વર્ષા, થર્મલ પ્રદુષણ
               (12) ઝેરી વાયુ, ઉર્જા સમસ્યા, ભૂગર્ભજળનો ઘટાડો.
               (13) વસ્તી વિસ્ફોટ, શરણાર્થી સમસ્યા
               (14) પ્લાસ્ટિક પ્રદુષણ
               (15) ગરીબી
               (16) ધૂમાડો/ખાણની દુર્ઘટના
               (17) ગ્લોબલ વોર્મિંગ
·        રોગચાળો – (Epidemics) :-
(1)   પાણી દ્વારા થતા રોગો
(2)   ખોરાક દ્વારા થતા રોગો
(3)   વ્યક્તિથી વ્યક્તિ દ્વારા થતા રોગો
(4)   પશુ બીમારીઓ
F આપત્તિનું વર્ગીકરણ  (Classification of Disasters)
(1)               અચાનક થતી આપત્તિ (Sudden Disaster)
               ભૂકંપ, સુનામી, પૂર, ઉષ્ણકટિબંધિય ચક્રવાત, જ્વાળામુખી, ભૂ-સ્ખલન..... વગેરે
(2)   ધીમી ગતીની આપત્તિઓ :- (Slow Disasters)
દુષ્કાળ, રોગચાળો, જમીનનું ધોવાણ, આબોહવા પરિવર્તન, રણનું આગળ વધવુ. નિર્વનીકરણ, જંતુનો ઉપદ્રવ.....
ઉપર જણાવેલ પ્રકારોમાં સમયાનુંસાર પરિવર્તન થઈ શકે છે. જ્યારે બે ઝડપી બાબતો ભળે ત્યારે આપત્તિ વધુ ખતરનાક થઈ શકે છે.
v કુદરતી મુશ્કેલીઓ :-
(૧)     પૂર (Flood)
            ભારે વરસાદના કારણે નદીના પ્રવાહમાં પાણીનો વધારો કે કોઇ ડેમ તૂટી જવાના કારણે તેની આસપાસના વિસ્તારમાં ધસમસતું પાણી ધૂસી જતુ હોય છે તેને આપણે પૂર તરીકે ઓળખીએ છીએ. આ પુરની અસર અસ્થાયી હોય છે.
            પૂર ભારતના કુલ વિસ્તારના 10% ભાગને નિયમિત રૂપે અસર કરે છે. નદી, ઝરણા, સરોવરો,... વગેરેમાં પાણીનો પ્રવાહ વધવાથી પૂર આવે છે.
F કારણો :-
            ભારે વરસાદ, તોફાની પવન, વાવાઝોડું, ત્સુનામી, બરફ ઓગળવો કે કોઇ ડેમ તૂટી જવાના કારણે પૂર આવતું હોય છે. પૂર ક્રમિક પણ હોય છે અને ક્યારેક ભારે વરસાદના કારણે, પાણીના વિશાળ સંગ્રહ સ્થળમાં ગાબડું પડવાને કારણે અથવા તો પાણીનું સંગ્રહક્ષેત્ર છલકાઈ જવાના કારણે પણ આવતું હોય છે. કાંપના કારણે નદી અને ડેમના સંગ્રહક્ષેત્રમાં ઘટાડો થતો હોય છે. જેને કારણે પૂરની તીવ્રતામાં વધારો થાય છે.
            જૂનથી સપ્ટેમ્બર દરમિયાન 80% જેટલો વરસાદ થઈ જાય છે આ સમય દરમિયાન નદીઓ ભારે પાણી મેળવે છે. જેન કારણે નદીઓનાં કિનારાના વિસ્તારોમાં પુર આવવાની શક્યતા વધી જાય છે.
            બ્રહ્મપુત્રા અને ગંગાના પ્રદેશો મુખ્યત્વે પુરથી પ્રભાવિત થાય છે. વર્ષ-૨૦૧૬માં પણ ગંગા નદીના પુરથી ઉત્તરપ્રદેશ અને બિહારના મોટાભાગના વિસ્તારમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી.
            કોસી નદી “બિહારનો શોક” તથા ગોદાવરી નદી “બંગાળનો શોક” તરીકે ઓળખાય છે. આ બે નદીઓ વારંવાર પોતાનો માર્ગ બદલે છે.
            તે સિવાય દક્ષિણ ભારતની નદીઓ કે જે છીછરી છે તેમાં પણ પુર આવવાથી શક્યતા રહે છે.
            ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે રાજસ્થાનના રણમાં પણ પુર આવી ગયા છે.
            વર્ષ-૨૦૧૩ માં ઉત્તરાખંડમાં કેદારનાથ દુર્ઘટનામાં સેંકડો લોકો માર્યા ગયા હતા. તેમાં સેનાએ “ઓપરેશન રાહત” ચલાવીને કેટલાય લોકોને બચાવ્યા હતા.
F પુરની અસરો :-
(1)   મોટી જાનહાની
(2)   સંપત્તિને મોટા પાયે નુકશાન
(3)   ખેતરોમાં પાકને નુકશાન / જમીનનું ધોવાણ
(4)   બાંધકામને નુકશાન
(5)   જાહેર ઉપયોગી ચીજ વસ્તુઓને નુકશાન
F વ્યવસ્થાપન :-
            પૂરને કાબૂમાં રાખવા માટે આગમચેતીના પગલા અને બીજા વ્યવસ્થાપક પગલા ભરીને પુરને કારણે થતી મોટી જાનહાનિ અને સંપત્તિને થતું નુકશાન અટકાવી શકાય છે.
૧.        સંભવિત વિસ્તારની ઓળખ :-
            પુર વ્યવસ્થાપનમાં સમજ શક્તિનો ઉપયોગ કરીને સૌથી પહેલો પુર સંભવિત વિસ્તારોની ઓળખ કરવી જોઇએ. પૂર કેટલા સમયના અંતરે આવે છે અને કયા વિસ્તારોમાં તેની તિવ્ર અસર થાય છે તે નક્કી કરવું જોઇએ.
૨.        આગાહી :-
            સામાન્ય રીતે પૂરની સમયસરની આગાહી કરીને લોકોને ચેતવી શકાય છે અને તેમને કોઇ સલામત સ્થળે નિયત સમયમાં ખસેડી શકાય એમ હોય છે.
            નદીનાં ઉપરવાસ (કેચમેન્ટ એરીઆ) માં પડતા વરસાદના પ્રમાણના આધારે નદીને અડીને આવેલા વિસ્તારોમાં ક્યારે પૂર આવી શકે છે તેની ચોક્કસ આગાહી કરી શકાય.
ભારતમાં પૂરની ચેતવણી આપતી સંસ્થાઓ
(1)   સેન્ટ્રલ વોટર કમિશન (CWC)
(2)   ઈરિગેશન એન્ડ ફ્લડ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ (IFCD)
(3)   વોટર રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ (WRD)
પુર નિયંત્રણ
            પુરને નીચે જણાવ્યા મુજબના વિવિધ પ્રકારના પગલા ભરીને નિયંત્રણમાં લઈ શકાય છે.
(1)   પુર સંભવિત વિસ્તારમાં મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરીને પુરના ધસમસતા પ્રવાહને અટકાવી શકાય છે.
(2)   નદીઓ પર ડેમ બનાવી પાણીનો સંગ્રહ કરી પુર નિયંત્રણ કરી શકાય છે.
(3)   પાણીના પ્રવાહમાંથી કાંપ-કચરો દૂર કરીને, નદીના પ્રવાહ માર્ગને ઊંડા કરીને અને નદી/કેનાલ/ગટરના માર્ગમાં પાળા બાંધીને પણ પૂર નિયંત્રણ કરી શકાય છે.

પૂરને કાબુમાં લેવા માટે સરકારી પગલાં

રાષ્ટ્રીય પૂર જોખમ નિવારણ યોજના
(National Flood Risk Mitigation Project) (NFRMP)  
            પુરના ક્રમ, ઉગ્રતા અને તેના જોખમમાં ઘટાડો કરવા કે નિવારણ કરવાના વિચાર માટે આ યોજના અમલમાં મુકવામાં આવી હતી. આ પ્રોજેક્ટ હેઠળ પુર પ્રભાવિત વિસ્તારોમાં રાહત કાર્યો અમલમાં મુકવા, પુન: સ્થાપન, નવનિર્માણ મદદ માટે ઉપલબ્ધ સ્ત્રોતનો પૂરતો ઉપયોગ વગેરે બાબતોને આવરી લેવામાં આવી છે. આ યોજના NDMA (National Disaster Management Authority) દ્વારા સંચાલન થાય છે.
F પુર દરમિયાન શું કરવું ?
(1)   ઉંચાઈવાળા સ્થળે આશ્રય લેવો
(2)   ઉકાળેલું પાણી પીવું
(3)   પાણી, સુકો નાસ્તો, મીણબત્તી, ફાનસ, પ્લાસ્ટીકની ડબીમાં ભેજ ન લાગે તે રીતે દિવાસળીની પેટી સાથે રાખવી
(4)   બાળકોને ભુખ્યા રાખશો નહી.
(5)   સાપથી સાવધાન રહેવું, તે કોરી જગ્યામાં આવી શકે છે. તેને દૂર રાખવા વાંસની લાકડી સાથે રાખવી.
(6)   ડાયેરિયા દરમિયાન ભાતનું ઓસામણ, નાળિયેર પાણી, કાળી ચા (દૂધ વગરની) નો ઉપયોગ કરવો.
F શું ન કરવું ?
(1)      પુરના પાણીથી બનાવેલો ખોરાક ખાવો નહી.
(2)      ભીના વીજળીના સાધનોને સ્પર્શ કરવો નહી.
(3)      સલામત સ્થળેથી બહાર જતા પહેલા માર્ગો અને પરિસ્થિતિની ચોક્કસ માહિતી લીધા વિના નિકળવું નહી.

૨.        વાવાઝોડું/ચક્રવાત(Cyclone):-
       વાતાવરણમાં રચાતા વિક્ષોભથી ભારતીય ઉપમહાદ્વિપમાં ચક્રવાત, સંયુક્ત રાજ્ય અમેરિકામાં-હરિકેન અને ટોર્નેડો, ચીન અને જાપાનના કિનારે ટાઈફૂન અત્યંત વિનાશક રીતે ત્રાટકે છે.આ વાતાવરણીય તોફાની પવનો જે વિસ્તારમાં પસાર થાય છે ત્યાં મોટા પ્રમાણમાં વિનાશ વેરે છે.
આ પ્રચંડ વાતાવરણીય તોફાનો હવાના દબાણની અસમતુલાથી સર્જાય છે.
ચક્રવાતની બે સિઝન છે.
(1) May-June (Pre-Monsoon)
(2) October-November (Post-Monsoon)
October-Novemberમાં આવતા Post Monsoon ચક્રવાતો વધુ સંખ્યામાં તથા વધુ વિનાશક હોય છે. India Meteorological Department (IMD)એ વાવાઝોડા અંગે ચેતવણી આપવા માટેની નોડલ સંસ્થા છે.      ભારતના પુર્વ કિનારે અને કચ્છ-સૌરાષ્ટ્રના કિનારે તેની વિધ્વંશક અસરો અનુભવાય છે.
            ૨૯ મી ઓક્ટોબર-૧૯૯૯ ના રોજ આવેલા “Super Cyclone” જેણે સતત ત્રણ દિવસ સુધી ઓડિસામાં વિનાશ વેર્યો હતો. આ વાવાઝોડાથી દરિયામાં 7 મીટર ઉંચા મોજા ઉછળ્યા હતા. તથા 1000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા, બે લાખથી વધુ મકાનો ધરાશાયી થયા હતા.
-    ૨૦૧૬માં વરદા વાવાઝોડું આંધ્ર પ્રદેશના કિનારે ત્રાટક્યુ હતું
F શું કરવું ?
(1)   આવનાર તોફાનોના ચોક્કસ સમય જાણવા માટે ટી.વી. રેડિયોના સમાચાર જોતા રહો.
(2)   રેડિયો દ્વારા મળતી સૂચનાઓ/ચેતવણીઓ ધ્યાનપૂર્વક સાંભળો અને તેનો અમલ કરો.
(3)   બચાવતંત્ર દ્વારા તમને ઘર છોડી દેવાનું કહેવામાં આવે તો તે સૂચનાનું તાત્કાલિક પાલન કરો.
(4)   પાલતુ પ્રાણીઓને ખીલે બાંધી રાખશો નહી.
(5)   શુધ્ધ અને સલામત પાણી પીવા માટે વાપરવું.
F શું ન કરવું ?
(1)               અફવાને ધ્યાને લેવી નહી.
(2)   અચાનક હવામાન સ્વચ્છ થઈ જાય, વરસાદ બંધ થઈ જાય, પવન રોકાઈ જાય તો પણ ખુલ્લામાં
          બહાર ન નિકળશો.
(3)   વીજળીના છૂટા વાયરો, થાંભલાને અડકશો નહી.
(4)               જાહેરાતનાં મોટા પાટીયા (હોર્ડીંગ્સ) કે મોટા વૃક્ષો પાસે આશ્રય ન લેશો.
૩.        ભૂકંપ  (Earthquake):-  
(૧)  વ્યાખ્યા :- “પૃથ્વીના પેટાળમાં થતા સંચલનના કારણે ભૂ-સપાટીનો નબળો ભાગ ધ્રુજી ઉઠે છે જેને ભૂકંપ કહે છે.”
(૨)  ભૂકંપ કેન્દ્ર :- જ્યાંથી પૃથ્વીના પેટાળમાં ભૂકંપના મોજા ઉત્પન્ન થાય છે તેને ભૂકંપ કેન્દ્ર કહે છે.
(૩)  ભૂકંપ નિર્ગમન કેન્દ્ર :- “ભૂકંપ કેન્દ્રની નજીક જે સ્થળે પૃથ્વી સપાટી પર ભૂકંપનો અનુભવ થાય છે તેને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે.
(૪)  ભૂકંપ માપવાના એકમો :- (1) મરક્યુરી સ્કેલ અને (2) રિક્ટર સ્કેલ
(૫)  ભૂકંપ માપવાનું સાધન :- સિસ્મોગ્રાફ
(૬)  ભૂકંપની આગાહી :- 10 સેકન્ડ પહેલા જ કરી શકાય છે.
F આધુનિક સિસ્મોગ્રાફનો શોધક :- જ્હોન મિલને
F રિક્ટર સ્કેલનો શોધક :- સી. એફ. રિક્ટર
F સિસ્મોગ્રાફ દ્વારા ભૂકંપની તીવ્રતા અને ઉત્પત્તિકેન્દ્ર (Focus) વિશે જાણકારી મળે છે.
૧. ભૂકંપના પ્રકારો :-
            (1) જ્વાળામુખીજન્ય ભૂકંપ
            (2) વિભંગજન્ય ભૂકંપ
            (3) ભૂસંતુલનજન્ય ભૂકંપ
૨. ભૂકંપીય લહેરો (Waves)/મોજા
(૧)     P-Waves (પ્રાથમિક લહેરો)
            (પ્રાથમિક કે લંબાત્મક મોજા અથવા પ્રાયમરી P-Waves) કહે છે.
            આ મોજા અવાજને મળતા આવે છે.
            આ સૌથી વધુ ગતિવેગ ધરાવતા મોજા છે.
            આ મોજા ભૂકંપ કેન્દ્રની બરાબર સામે આવેલા સ્થળે 21 મિનીટમાં સૌપ્રથમ પહોંચે છે.
            આ મોજા પ્રવાહી અને ઘન એમ બન્ને પ્રકારના માધ્યમોમાંથી પસાર થાય છે.
            આ મોજા પૃથ્વીના બધાજ ભાગોમાં પ્રવેશી શકે છે.
(૨)     S-Waves (ગૌણ કે ઉપમોજા OR Secondary ‘S’-Waves)
            - આ મોજા પ્રકાશને મળતા આવે છે.
            - પ્રાથમિક મોજા કરતા વેગ ધીમો હોય છે.
            - માત્ર ઘન માધ્યમમાંથી જ પસાર થઈ શકે છે. પ્રવાહી માધ્યમમાં શાંત થઈ જાય છે.
(૩)     L-Waves (સપાટી પરના મોજા OR –‘L’ Love Waves / Surface Waves)
            આ મોજાની ઝડપ 3 Km/Second જેટલી હોય છે.
પૃથ્વી સપાટી પર જે વિનાશકારી અસરો થાય છે તે L-Waves ને આભારી છે.
F   ભૂકંપ થવાના કુલ પાંચ કારણો છે.
(1)   જ્વાળામુખી પ્રસ્ફોટન
(2)   ફાટ પ્રક્રિયા
(3)   ભૂ-સંતુલન પરિસ્થિતિ
(4)   પાણીની વરાળ
(5)   માનવી
F ભૂકંપની તિવ્રતા અને તેની અસર
(1)   2.0 થી નીચે = ખબર પણ ન પડે.
(2)   3.5 કરતાં ઓછો = નોંધાય છે પણ ભાગ્યેજ અનુભવાય
(3)   3.5 થી 4.5 = અનુભવાય છે. પણ ભાગ્યેજ નુકશાન થાય છે.
(4)   4.6 થી 6 = સારી રીતે ડિઝાઈન કરેલ મકાનોને હળવું પરંતુ ખરાબ રીતે ડિઝાઈન કરેલ મકાનોને નુકશાન કરી શકે છે.
(5)   6.1 થી 6.9 = 100 Km ના વિસ્તારમાં માનવ વસતીઓ નુકશાન કરે છે.
(6)   7.0 થી 7.9 = મોટો ભૂકંપ ઘણા મોટા વિસ્તારમાં વિનાશ નોતરે છે.
ભૂકંપીય ઝોન (2003 થી 4 ઝોન)
ઝોન – 4 :- (8 કે તેથી વધુ તિવ્રતાવાળો ભૂકંપ)
(1)   સૌથી વધુ જોખમી વિસ્તાર
(2)   કચ્છ-સૌરાષ્ટ્ર ઝોન-4 માં આવે છે.
ઝોન – 3 :- (7 કે તેથી વધુ તિવ્રતાવાળો ભૂકંપ)
(1)   મધ્યમ જોખમનો વિસ્તાર
(2)   કચ્છ-સૌરાષ્ટ્ર સિવાયનો ગુજરાતનો વિસ્તાર ઝોન-3 માં આવે છે.
ઝોન – 2 :- (6 કે તેથી ઓછી તિવ્રતા વાળો ભૂકંપ ધરાવતો વિસ્તાર)
ઝોન – 1 :-
(1)   ક્યારેક જ ભૂકંપ આવે
(2)   ઓછી તિવ્રતાવાળો ભૂકંપ આવે
(3)   ભાગ્યેજ નુકશાન થાય.
F શું કરવું ?
(1)   ભૂકંપ દરમિયાન મોટી પાટલી કે ટેબલ નીચે બેસી જવુ.
(2)   જો બહાર હોવ તો મકાનો, વરંડા, વીજળીની લાઈનો કે વીજળીના થાંભલાથી દૂર રહેવું.
(3)   વાહન હંકારતા હોવ તો પુલની ઉપર કે નીચે, લાઈટના થાંભલા કે વીજળીની લાઈન કે ટ્રાફીક સિગ્નલથી દૂર રહેવુ.
(4)   ભૂકંપના આંચકા પૂરા ન થાય ત્યાં સુધી આપના વાહનમાં જ રહો.
(5)   ઘટનાના માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો સાંભળો.
F શું ન કરવું ?
(1)   ગભરાઈને બૂમાબૂમ કે નાસભાગ ના કરવી.
(2)   ભૂકંપના આંચકા આવ્યા પછી પડતી ચીજો કે વસ્તુઓને રોકવાનો પ્રયત્ન ન કરો.
(3)   નીચે ઉતરવા લિફ્ટનો ઉપયોગ કરવો નહી.
(4)   રસોઈ ગેસ લીકેજ નથી તેની ખાતરી કર્યા વિના ઘરમાં દિવાસળી, લાઈટર કે વિજળીના સાધનો ચાલુ ના કરશો.
F સરકારી પગલા :-
૧.         National Earthquake Risk Mitigation Project (NERMP) ચાલે છે. જેના દ્વારા હાઈ સિસ્મિક ઝોન ધરાવતાં વિસ્તારોમાં જોખમ ઘટાડવા જરૂરી પગલા ભરવામાં આવે છે.
૨.         NBC (National Building Code) રાષ્ટ્રીય બાંધકામ નીતિ
(1)   પ્રથમ NBC આયોજનપંચના આગ્રહ પર વર્ષ-1970 માં જાહેર કરવામાં આવી હતી. ત્યાર બાદ વર્ષ-1983 માં તેમાં સુધારા કરવામાં આવ્યા.
(2)   સુધારેલ આવૃત્તિ – National Building Code of India-2005 (NBC-5) કરવામાં આવી. આ સુધારામાં સમકાલિન આંતરરાષ્ટ્રીય ધોરણો અને રાજ્યની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને કુદરતી આફતોના પ્રકારોને ઝીલી શકાય એવા નિયમો ઘડવામાં આવ્યા છે.
૪.ત્સુનામી(Tsunami):-  
            સમુદ્રની સપાટીથી 50 કિ.મી. નીચે (૩૦ માઈલ) ના વિસ્તારમાં 6.5 કરતા વધુની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવે છે ત્યારે સમુદ્રમાં પ્રચંડ મોજા ઉઠે છે. અને તેનું ધસમસતું પાણી સમુદ્રકાંઠાના વિસ્તારમાં અચાનક જ ઘુસી આવે છે, જે સમુદ્રકાંઠાના વિસ્તારમાં ભયંકર વિનાશ વેરે છે. આ ઘટનાને આપણે “ત્સુનામી” તરીકે ઓળખીએ છીએ.

(1)   સમુદ્રમાં પેદા થતા વિનાશક શક્તિશાળી મોજાને ત્સુનામી કહે છે.
(2)   ‘ત્સુનામી’ (Tsunami) મુળ જાપાનીઝ ભાષાનો શબ્દ છે જેનો અર્થ ‘વિનાશક મોજા’ એવો થાય છે. તેને ભૂકંપીય સાગરીય મોજા તરીકે પણ ઓળખવામાં આવે છે. સુનામીના કારણે સમુદ્રના મોજા 50 મીટર ઉંચાઈ સુધી ઉછળી શકે છે.
(3)   26 ડિસેમ્બર, 2004 ના રોજ હિન્દ મહાસાગરમાં આવેલ ત્સુનામીએ થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા સહિતના દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં લગભગ ૨ લાખથી વધારે લોકોનો ભોગ લીધો હતો.
(4)   ઈ.સ. ૧૮૧૯ અને ૧૮૪૫ માં કચ્છ કાંઠે ત્સુનામી આવ્યો હતો.
F શું કરવું ?
(1)   ત્સુનામીની સૂચના મળતા સમુદ્ર કિનારાથી દૂર સલામત અંતરે ખસી જવું.
(2)   રેડિયો હાથવગો રાખવો અને તંત્ર દ્વારા મળતી સૂચનાઓ અનુસાર વર્તવું.
(3)   નવા બાંધકામ કે વસાહતોનું નિર્માણ ત્સુનામીના પાસાને ધ્યાનમાં લઈ કરવુ.
(4)   મેન્ગ્રુવ વનસ્પતિ ત્સુનામીની અસર એકંદરે ઘટાડે છે. તેથી તેનો વ્યાપ વધે એવા પ્રયાસો કરવા.
F શું ન કરવું ?
(1)   કિનારે આવેલાં ઉંચા મકાનો પર આશરો ન લેવો કારણ કે વિનાશક મોજાની અસરથી તૂટી શકે છે.
(2)   ત્સુનામી ઓસર્યા પછી તંત્ર દ્વારા સૂચના મળે તે પહેલા સમુદ્ર કિનારા તરફ ન જવું.
Ø સરકારી પગલાં/વ્યવસ્થાપન
Ministry of Earth Science દ્રારા
(1)   INCOIS = Indian Centre for Ocean Information Service)ની સ્થાપના કરવામા આવી.
(2)   હૈદરાબાદ ખાતે ૧૫ ઓક્ટોબર ૨૦૦૭ ના રોજ “The Indian Tsunami Early Warning System” ની શરૂઆત કરી. આ એજન્સી ત્સુનામી પર નજર રાખે છે.
(૪) દુષ્કાળ (Draught):-   
વરસાદ પડ્યો ન હોય , પાણીની કારમી તંગી અનુભવાય, પાણીના અભાવે ખેત ઉત્પાદનો લઈ ન શકાય, પશુઓ માટે ઘાસચારો પણ ઉગ્યો ન હોય.. વગેરે લક્ષણોની સામુહિક સ્થિતિને દુષ્કાળ કહે છે.”

-    જો વાર્ષિક સરેરાશ વરસાદ કરતાં ૧૦% કરતાં ઓછો વરસાદ પડતો હોય તો દુષ્કાળ ગણાય છે. 

Home

Wel Come to Astha Academy આસ્થા એકેડમીનું નવું અપડેટેડ મટેરીયલ, ફ્રી ટેસ્ટ અને વિડિયો લેક્ચર્સ હવે આપને નવી વેંબસાઈટ પર મળી જશે Astha ...