Constitution of India

ભારતીય બંધારણનું આમુખ
અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક તરીકે  સંસ્થાપિત કરવાનો અને તેના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચારણા, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વેમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી બંધારણસભામાં આજે તા. ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ આ બંધારણ અપનાવી, અમને પોતાને  સમર્પિત કરીએ છીએ.
૧૭૭૩નો નિયામક ધારો :-(Ragulating Act)
      અધિનિયમ અંતર્ગત બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો અને મુંબઈ તથા મદ્રાસના ગવર્નરને બંગાળના ગવર્નર જનરલની નીચે મૂકવામાં આવ્યા. વોરન હેસ્ટિંગ્ઝ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો.
અધિનિયમ અંતર્ગત .. ૧૭૭૪માં કલકત્તામાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી.

૧૭૮૧ :- એક્ટ ઓફ સેટલમેન્ટ :-
(Act Of Settlement)
      નિયામક ધારામાં રહી ગયેલી ત્રુટિઓને નિવારવા માટે ૧૭૮૧નો એક્ટ ઓફ સેટલમેન્ટ બનાવાયો.

૧૭૮૪ :- પિટ્સ ઈન્ડિયા એક્ટ (Pits India act)
      અધિનિયમ અંતર્ગત ગવર્નર જનરલ પર વહીવટી નિયંત્રણ માટે બોર્ડ ઓફ કન્ટ્રોલ નામે એક એકમની રચના કરવામાં આવી

૧૮૧૩ :- ચાર્ટર એક્ટ
      ઈસ્ટ ઈન્ડિયા કંપનીને વધુ ૨૦ વર્ષ માટે ભારતમાં વેપાર કરવાની છૂટ આપવામાં આવી.

૧૮૩૩ : - ચાર્ટર એક્ટ
      અધિનિયમ અંતર્ગત કંપનીને ભારતનો પટ્ટો વધુ ૨૦ વર્ષ માટે વેપાર માટે ભાડાપટ્ટે આપવામાં આવ્યો. ગવર્નર જનરલના પદને બદલીને ગવર્નર જનરલ ઑફ ઈન્ડીયા કરવામાં આવ્યું. પ્રમાણે વિલિયમ બેન્ટીંક ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા.

૧૮૫૩  :- ચાર્ટર એક્ટ
      કંપનીને અહીં વેપાર કરવા માટે કોઈ નિશ્ચિત મુદત આપવામાં આવી નહીં. અધિનિયમ અંતર્ગત શિક્ષણ સંબંધમાં મેકોલે સમિતિની નિમણૂક કરાઈ.

૧૮૫૮નો અધિનિયમ :- રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો
      અધિનિયમથી ગવર્નર જનરલના પદને વાઈસરોય નામ આપવામાં આવ્યું. તે રીતે કેનિંગ ભારતનો પ્રથમ વાઈસરોય બન્યો. ઉપરાંત વાઈસરોય પર નિયંત્રણ રાખવા માટે બ્રિટનમાં હિન્દી વજીર (સચિવ)ની નિમણૂક કરાઈ. લોર્ડ સ્ટેનલી ભારતના પ્રથમ હિંદી વજીર બન્યા.

૧૮૬૧નો અધિનિયમ :-
      ભારતીયોને ધારા ઘડવાની પ્રક્રિયામાં સામેલ કરવાની શરૂઆત થઈ અને વાઈસરોયને ધારાસભામાં ભારતીયોની નિમણૂક કરવાની સત્તા આપવામાં આવી. તે મુજબ કેનિંગ દ્વારા બનારસના રાજા, પટિયાલાના મહારાજા અને સર દિનકરરાવને ધારાસભામાં નામાંકિત કરવામાં આવ્યા.

૧૮૯૨નો અધિનિયમ : - 
      અધિનિયમ અંતર્ગત ભારતીઓને બજેટ પર ચર્ચા કરવાનો અને વહીવટી બાબતો અંગે પ્રશ્નો પૂછવાનો તથા તેના જવાબો મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો.

૧૯૦૯ : - મોર્લે-મિન્ટો સુધારો 
      અધિનિયમ અંતર્ગત વાઈસરોયની કારોબારીમાં ભારતીયોને પ્રવેશ આપવાની શરૂઆત થઈ. સત્યેન્દ્રપ્રસાદ સિન્હા આવી પ્રથમ વ્યક્તિ હતી. તેમને કાયદાસભ્ય તરીકે વાઈસરોયની કારોબારીમાં સ્થાન મળ્યું.
      મુસ્લિમોને અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું. આમ, સાંપ્રદાયિક ચૂંટણીની શરૂઆત થઈ.
      મિન્ટોનેસાંપ્રદાયિક ચૂંટણીના જનકતરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત જમીનદારોને પણ અલગ મતદાર મંડળ અપાયુ.

૧૯૧૯ :- મોન્ટેગ્યુ-ચેમ્સફોર્ડ સુધારો
      અધિનિયમથી શીખ, ઈસાઈ, યુરોપિયન અને એંગ્લો ઈન્ડિયનને પણ અલગ-અલગ મતદાર મંડળ આપવામાં આવ્યાં. અધિનિયમનો અમલ .. ૧૯૨૧માં થયો. અધિનિયમથી દ્વિમુખી શાસન વ્યવસ્થાની શરૂઆત થઈ. તે મુજબ વહીવટના વિષયોને અનામત વિષયો અને સોંપાયેલા વિષયો એમ બે ભાગમાં વહેંચવામાં આવ્યા. કેન્દ્રમાં દ્વિગૃહી શાસન વ્યવસ્થાની શરૂઆત થઈ.
      .. ૧૯૨૬માં સંઘ જાહેર સેવા આયોગ(UPSC)ની રચના કરાઈ.
      અધિનિયમમાં એક વૈદ્યાનિક એકમ રચવાની પણ જોગવાઈ હતી, જે ૧૦ વર્ષના અંતે ૧૯૧૯ના અધિનિયમ સંદર્ભમાં સુધારા સૂચવશે. તે મુજબ જ્હોન સાયમનના અધ્યક્ષ પદે .. ૧૯૨૭માં એક કમિશનની રચના કરવામાં આવી. કમિશનનો એક પણ સભ્ય ભારતીય હોવાના કારણે તેનો વિરોધ થયો. છતાં કમિશને ૧૯૩૦માં પોતાનો રિપોર્ટ સોંપ્યો. તેના આધારે બ્રિટનના વડાપ્રધાન મેકડોનાલ્ડે એક જાહેરાત કરી. તે મુજબ અનુસૂચિત જાતિના લોકોને પણ અલગ મતદાર મંડળો આપવામાં આવ્યાં. તેને સાંપ્રદાયિક એવોર્ડ કહેવામાં આવે છે. જો કે ગાંધીજી અને આંબેડકર વચ્ચે થયેલા પૂના કરારને અંતે મતદાર મંડળો રદ કરવામાં આવ્યાં.

૧૯૩૫નો હિંદ રાજ્ય વહીવટ અધિનિયમ :-
        અધિનિયમથી ત્રણ યાદી રચવામાં આવી.
        () સંઘ યાદી
        () રાજ્ય યાદી
        () સમવર્તી યાદી
        () શેષ અધિકાર
        ત્રણ યાદીમાં સમાવિષ્ટ હોય તેવા વિષય પર અધિનિયમ ઘડવાની અંતિમ સત્તા વાઈસરોયને આપવામાં આવી. તેને શેષ અધિકાર કહે છે. ઉપરાંત અધિનિયમથી ૧૯૩૭માં દિલ્હીમાં સંઘીય અદાલતની સ્થાપના કરવામાં આવી.
       
૧૯૪૭નો ભારત સ્વતંત્રતા અધિનિયમ : -
India Independence act

        જ્યારે બ્રિટીશ સરકારને એ બાબતની ખાતરી થઈ ગઈ કે હવે ભારતની સ્વતંત્રતાને રોકી નહીં શકાય; ત્યારે સરકારે 12 મે, 1946ના રોજ દેશી રજવાડાં સંબંધમાં એક શ્વેતપત્ર પ્રકાશીત કરીને જણાવ્યું કે દેશી રાજ્યો ઉપરની બ્રિટનના સમ્રાટની સર્વોપરી સત્તા સમાપ્ત કરવામાં આવે છે અને તેઓ હવેથી સ્વતંત્ર રહેશે. ત્યારબાદ ભારત સ્વતંત્રતા અધિનિયમ, 1947માં જોગવાઈ કરવામાં આવી કે આ અધિનિયમના અમલની સાથે જ બ્રિટનના સમ્રાટ અને દેશી રાજ્યો વચ્ચે થયેલ કરારનો અંત આવી જશે. આમ, ભારતને અનેક ટુકડાઓમાં વિભાજીત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ સરદાર પટેલની કુનેહ અને માઉન્ટ બેટનની સહાયને કારણે ભારત અનેક ટુકડાઓમાં વિભાજીત થતાં બચી ગયો.  
        આ અધિનિયમ અંતર્ગત વાઈસરોયના પદને બદલીને ગર્વનર જનરલ ઓફ ઈન્ડિયાએવું નામ આપ્યુ. તે મુજબ માઉન્ટ બેટન ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા, જેમણે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને પદના સોગંદ લેવડાવ્યા. ત્યાર બાદ પદે ચક્રવર્તી રાજગોપાલાચારીની નિમણૂક કરાઈ.
     
ભારતીય બંધારણની રચનાનો ઈતિહાસઃ-
સૌ પ્રથમ બંધારણ બનાવવાનો ખ્યાલ .. 1922માં મહાત્મા ગાંધીએ રજૂ કર્યો. તેમણે જાહેર કર્યું કે ભારતનું રાજકીય ભાગ્ય ભારતીયો પોતે ઘડશે. જો કે અગાઉ લોકમાન્ય તિલક દ્વારા .. 1895માં તૈયાર કરવામાં આવેલ ખરડામાં પણ ભારતના બંધારણનો ખ્યાલ જોવા મળે છે. ત્યારબાદ .. 1925માં એમ. એન. રોયે સૌ પ્રથમ બંધારણનો વાસ્તવિક ખ્યાલ રજૂ કર્યો. .. 1928માં ભારતના બંધારણના સિદ્ધાંતો નિર્ધારિત કરવા માટે મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં એક નહેરુ કમિટિની રચના કરવામાં આવી, જેણે સૌ પ્રથમ ડોમીનીયન સ્ટે્ટસ ની માગણી કરી હતી. ત્યારબાદ .. 1935માં ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ પસાર કરવામાં આવ્યો, જેનો પ્રભાવ ભારતના હાલના બંધારણ પર સૌથી વધુ જોવા મળે છે અને કાયદાએ બંધારણની માંગને વધુ બળ પ્રદાન કર્યું.
            .. 1940માં ઓગસ્ટ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. જેમાં બ્રિટિશ સરકારે પહેલીવાર બંધારણ સભાની માગણીનો સ્વીકાર કર્યો. ત્યારબાદ .. 1942માં ક્રિપ્સ મિશન ભારતની મુલાકાતે આવ્યું. અને તેણે ઓગસ્ટ પ્રસ્તાવમાં ઉલ્લેખનીય સુધારાઓ કર્યા. પરંતુ મિશનની દરખાસ્તોનો મુસ્લિમ લીગ દ્વારા અસ્વીકાર થયો. કારણ કે તેમાં અલગ પાકિસ્તાનની રચનાને લગતી કોઈ જોગવાઈ હતી.
            ત્યારબાદ ભારતની સ્વતંત્રતાના પ્રશ્નના સમાધાન માટે 24 માર્ચ, .. 1946માં બ્રિટિશ સરકારે કેબિનેટ મિશન ને ભારત મોકલ્યું. મિશનના ત્રણ સભ્યો સર સ્ટેફર્ડ ક્રિપ્સ, .વી.એલેકઝેન્ડર અને પેથિક લોરેન્સ હતા. કેબિનેટ મિશને તેનો રીપોર્ટ 16મે, 1946ના રોજ પ્રસિદ્ધ કર્યો. કેબિનેટ મિશનની ભલામણ અનુસાર સૌ પ્રથમ વખત ભારત માટે બંધારણ બનાવવાનો અને તેની રચના માટે બંધારણીય સભા બનાવવાનો વિચાર સ્વીકારવામાં આવ્યો અને બ્રિટિશ ભારતના અગિયાર પ્રાંતોની ધારાસભાઓમાંથી તથા કમિશ્નરના ચાર પ્રાંતોમાંથી મળીને બંધારણીય સભા માટે કુલ 296 સભ્યોને પસંદ કરવામાં આવ્યા, જે પરોક્ષ રીતે ચૂંટાયેલા હતા. માટેની ચૂંટણી જુલાઈ-ઑગસ્ટ 1946માં કરવામાં આવી હતી. ચૂંટણીમાં 208 કોંગ્રેસના, 73 મુસ્લિમ લીગના અને 15 અન્ય પક્ષોના તેમજ સ્વતંત્ર ઉમેદવારો વિજેતા બન્યા હતા. આ બંધારણસભાની ચૂંટણી ભારતના પુખ્ત મતદાતાઓ દ્વારા કરવામાં આવેલ ન હતી. તેમ છતાં આ સ્વતંત્ર ભારતની પ્રથમ આંશિક રીતે ચૂંટાયેલ સભા હતી. તમામ ધરમના પ્રતિનિધિઓનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત દેશી રાજ્યોમાંથી 93 સભ્યોની દેશી રાજ્યોના રાજપ્રમુખોએ નિમણૂક કરવાની હતી. આમ બંધારણ સભાની કુલ સભ્યસંખ્યા 389 થતી હતી. જો કે 26 નવેમ્બર, 1949ના રોજ સભ્યસંખ્યા 389ના બદલે 299 થઈ ગઈ હતી, જેમાં 229 ચૂંટાયેલા અને 70 દેશી રાજ્યોના પ્રતિનિધિ હતા. કારણ કે 3 જૂન, 1947ના રોજ વિભાજન યોજનાનો અમલ કર્યા બાદ બંધારણસભાની પુનઃરચના કરવામાં આવી હતી. પુનઃરચનાપામેલબંધારણ સભામાં સભ્યોની સંખ્યા 324 થઈ ગઈ હતી. વિવિધ પ્રાંત અને દેશી રજવાડાંઓના પ્રતિનિધિઓની ચૂંટણી વિધાનસભાના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. પાકિસ્તાનની રચના થતાં મુસ્લિમ લીગના અને દેશી રાજ્યોના પાકિસ્તાન તરફી સભ્યો પાકિસ્તાનની બંધારણસભામાં જોડાયા હતા. આથી 31 ડિસેમ્બર, 1947ના રોજ બંધારણ સભાની સભ્યસંખ્યા 299 થઈ ગઈ હતી.
            મહાત્મા ગાંધી અને મહમદ અલી ઝીણાને અપવાદ ગણીએ તો તે સમયના તમામ આગળ પડતા નેતાઓનો બંધારણસભામાં સમાવેશ થતો હતો.

બંધારણસભામાં મહિલા સભ્યો:
1.      શ્રીમતી સરોજિની નાયડુ
2.      શ્રીમતી હંસા મહેતા
3.      શ્રીમતી દુર્ગાબાઈ દેશમુખ

બંધારણસભાનું સભ્યપદ સ્વીકારવાનો ઈન્કાર કરનાર :
1.      જયપ્રકાશ નારાયણ
2.      તેજ બહાદુર સપ્રુ (નાદુરસ્ત તબિયતના કારણે)

બંધારણ સભાની બેઠકો :-
બંધારણ સભાની સૌપ્રથમ બેઠક 9 ડિસેમ્બર, 1946ના રોજ આયોજીત થઈ, જેમાં પ્રથમ અસ્થાયી અધ્યક્ષ તરીકે ર્ડા. સચ્ચીદાનંદ સિંહાને પસંદ કરવામાં આવ્યા. બેઠકમાં માત્ર 211 સભ્યો હાજર રહ્યા હતા. કારણ કે મુસ્લિમ લીગે બેઠકનો બહિષ્કાર કર્યો હતો અને દેશી રાજ્યોના પ્રતિનિધિ હજુ સુધી બંધારણ સભામાં સામેલ થયા હતા. બંધારણ સભાની બીજી બેઠક 11 ડિસેમ્બર, 1946ના રોજ મળી. તેમાં ર્ડા. રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના કાયમી અધ્યક્ષ અને ડૉ. એચ. સી. મુખરજીને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. બેઠકમાં શ્રી બી. એન. રાવને (સર બેનીગલ નરસિંહ રાવ) બંધારણસભાના સલાહકાર તરીકે ચૂંટવામાં આવ્યા. 13 ડિસેમ્બર, 1946ના રોજ બંધારણસભાની ત્રીજી બેઠક મળી. બેઠકમાં જવાહરલાલ નહેરુએ હેતુલક્ષી ઠરાવ (ઉદ્દેશ્ય પ્રસ્તાવ)રજૂ કરીને બંધારણના નિર્માણકાર્યનો પ્રારંભ કર્યો. આ ઠરાવ પર 8 દિવસ સુધી વ્યાપક પ્રમાણમાં ચર્ચા કરવામાં આવી અને તેને બંધારણ સભા દ્વારા 22 જાન્યુઆરી, 1947ના રોજ પસાર કરાયો.

          બંધારણની રચના માટે 60 દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો અને તેની પાછળ કુલ 64 લાખ રૂપિયા ખર્ચ થયો હતો. બંધારણ નિર્માણ કરવામાં આવ્યું ત્યારે તે 540 પાનાનું હતું. બંધારણ સભાએ બંધારણની રચનાનું કાર્ય 2 વર્ષ, 11 મહિના, અને 18 દિવસ બાદ પૂરું કર્યું. આ દરમ્યાન બંધારણસભાની કૂલ 11 બેઠકો મળી હતી.
            બંધારણસભાનું અંતિમ સત્ર 14 નવેમ્બર, 1949ના રોજ મળ્યું અને તે 26 નવેમ્બર, 1949ના રોજ પૂર્ણ થયું. 26 નવેમ્બર, 1949ના રોજ બંધારણને અંતિમ સ્વીકૃતી આપવામાં આવી હતી અને બંધારણસભાએ પોતાનું કાર્ય પૂર્ણ કર્યું. બંધારણ સભા છેલ્લી વાર 24 જાન્યુઆરી, 1949ના રોજ મળી અને ડૉ. રાજેન્દ્રપ્રસાદને ભારતના રાષ્ટ્રપતિ તરીકે નિશ્ચિત કરીને તે દિવસે બંધારણસભામાં  હાજર 299માંથી 284 સભ્યોએ બંધારણ પર હસ્તાક્ષર કર્યા. બંધારણ સભાએ મે, 1949માં કોમનવેલ્થમાં ભારતની સભ્યતાને પણ સ્થાપિત કરી હતી.


બંધારણની રચના માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. તે સમિતિઓમાં પ્રારૂપ સમિતિ કે ખરડા સમિતિ તરીકે ઓળખાતી સમિતિને ખાસ મહત્ત્વની માનવામાં આવે છે. તેના અધ્યક્ષ ડૉ. બાબાસાહેબ આંબેડકર હતા અને તે ઉપરાંત તેના અન્ય 6 સભ્યો નીચે મુજબ હતા.

Home

Wel Come to Astha Academy આસ્થા એકેડમીનું નવું અપડેટેડ મટેરીયલ, ફ્રી ટેસ્ટ અને વિડિયો લેક્ચર્સ હવે આપને નવી વેંબસાઈટ પર મળી જશે Astha ...